Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ટોરન્ટો માસ્ટર્સના ત્રીજા રાઉન્ડમાં નડાલનો પ્રવેશ

નવી દિલ્હી: ટોપ સ્થાનના ખેલાડી રાફેલ નડાલે ટોરન્ટો માસ્ટર્સમાં ફ્રાન્સના બેનોઈટ પેયરેને 6-2,6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. દુનિયાના નંબર વન ખેલાડી નડાલની નજર આ ચોથા કેનેડાઇ ટ્રોફી મેળવવા પર છે. તેને 2005, 2008 અને 2013માં આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

નડાલે 73 મિનિટમાં છ વખત પેયરેની સર્વિસને તોડી અને ચોથી વખત આ ખેલાડીને પરાસ્ત કર્યો. સ્પેનના આ ખેલાડીનો સામનો હવે સ્ટેન વાવરિંકા સાથે થશે જેને માર્ટન ફુકસોવીચને 1-6,7-6,7-6થી પરાસ્ત કર્યો હતો.

 

(5:24 pm IST)