Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

કોહલીએ ફેન્સને અપીલ કરતાં કહ્યું કે ચિંતાની કોઈ વાત નથી

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ફેન્સને અપીલ કરી હતી કે માત્ર એક ટેસ્ટ-મેચ બાદ ટીમની ખરાબ બેટિંગને લઈને કોઈ ધારણા ન બાંધે, કારણ કે સમસ્યા ટેનિકની નહીં, પરંતુ માનસિક છે.

રૂઆતના ૨૦થી ૩૦ બોલ કઈ રીતે રમવા એને લઈને રણનીતિ સ્પષ્ટ હોવી જોઈએ જેમાં આક્રમકતા સંકળાયેલી નથી. હાલમાં આક્રમકતાને બદલે સંયમ રાખવાની જરૂર છે. કેપ્ટન્સી પર ઊઠેલા સવાલ મામલે તેણે કહ્યું હતું કે એક કેપ્ટન તરીકે જેટલા પ્રયત્ન કરવા જોઈએ એ કરી રહ્યો છું. દરેક લોકોનો મેચ જોવાનો અભિગમ અલગ-અલગ હોય છે. કેપ્ટન્સીને લઈને પોતાના વિચાર હોય છે, પરંતુ મને લાગે છે કે હું ખેલાડીઓ સાથે સારી રીતે વાત કરી રહ્યો છું.(૩૭.૧)

 

(1:54 pm IST)