Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વર્લ્ડકપના પ્રમોશનલ વિડીયોમાં ફિલન્ટોફ છવાયો : કલાકોમાં લાખો વ્યુઝ : 'ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ'માં શાનદાર અંદાજ

ઈંગ્લેન્ડ આગામી વર્ષે આઈસીસી વર્લ્ડકપની યજમાની કરશે. આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ એક પ્રમોસનલ વીડિયો રજૂ કર્યો છે જેમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટોફ ડાન્સર્સના એક ગ્રુપને લીડ કરી 'ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ' ગાતા દેખાઈ રહ્યો છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના આ વીડિયોને શેર કરવામાં આવ્યો અને ગણતરીના કલાકોમાં જ આશરે ૪ લાખ વખત જોવાઈ ચૂકયો છે.

વીડિયોની શરૂઆતમાં ફ્લિન્ટોફ ન્યૂઝપેપર વાંચતો દેખાય છે, જેમાં લખેલું છે કે – ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારબાદ ફ્લિન્ટોફ ઊભો થાય છે અને મસ્તીમાં ગાતો-ગાતો આગળ વધે છે. ધીમે-ધીમે તેની સાથે લોકોનો કાફલો જોડાઈ જાય છે. ફેન્સના હાથમાં વર્લ્ડકપમાં ભાગ લેનારા દેશોના ઝંડા છે. આ કાફલો ઈંગ્લેન્ડની ગલીઓમાંથી પસા થાય છે અને તેમાં ઘણી હસ્તીઓ શામેલ થાય છે.

આ વીડિયોમાં ફ્લિન્ટોફ ઉપરાંત રેડિયો૧, ડીજે ગ્રેગ જેમ્સ, ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્ઝ, ફિલ તુફનેલ, શ્રીલંકાનો મહાન બેટ્સમેન કુમાર સંગાકારા પણ દેખાઈ રહ્યાં છે. જણાવી દઈએ કે, આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં ૩૦ જુલાઈથી ૧૪ જુલાઈ દરમિયાન વર્લ્ડકપ રમાશે જેમાં ૧૦ ટીમો ભાગ લેશે.(૩૭.૧)

(1:53 pm IST)