Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

મેચ સમયસર પૂરી થાય એ માટે આઈસીસી બનાવી રહ્યું છે કડક નિયમો

દરેક ઓવર પૂરી થાય કે તરત બોલર અને ફિલ્ડરોએ પોતપોતાના સ્થાને જતા રહેવુ પડશે એટલુ જ નહિં, એક બેટ્સમેન આઉટ થાય એટલે બીજાએ ચોક્કસ સમયમાં મેદાનમાં આવવું પડશે, નહિં તો ટીમના કેપ્ટનને થશે દંડ

આઈસીસીના છેલ્લા ૧૧ વર્ષના ક્રિકેટના ડેટા ગણાવે છે કે ટેસ્ટ ક્રિકેટમાં ઓવરરેટ સૌથી ધીમો છે. ટેસ્ટ જ નહિં, ટી-૨૦માં પણ સ્લો ઓવરરેટની સમસ્યા છે. કોઈપણ ટીમ નિર્ધારીત સમયમાં પોતાની ઓવરનો કવોટા પૂરો કરી શકતી નથી જેને કારણે મેચ સમયસર પૂરી થતી નથી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મેરીલબોન ક્રિકેટ કલબ (એમસીસી)ની વર્લ્ડ ક્રિકેટ કમીટીએ ક્રિકેટમાં શોર્ટ કલોકનો નિયમ લાવવાની ભલામણ કરી છે. આ સમિતિમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન રીકી પોન્ટીંગ પણ છે.

પોન્ટીંગે કહ્યું હતું કે ક્રિકેટમાં શોર્ટ કલોક લાવવાનો હેતુ મેચ દરમિયાન ખોટા બગડતા સમયને રોકવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે ઓવર પૂરી થયા બાદ તરત જ બોલર અને ફીલ્ડરો પોતપોતાના સ્થાને જતા રહે. એ જ પ્રમાણે એક બેટ્સમેન આઉટ થયા બાદ બીજા બેટ્સમેને પણ તરત મેદાનમાં આવવું પડશે. ખેલાડીઓએ પણ ચોક્કસ સમયમાં પોતાના સ્થાને પહોંચવું પડશે.

શર્ટ બ્લોકના નિયમનું પાલન ન કરે તો ઘણીબધી રીતે કેપ્ટનને દંડ કરવા વિશે પણ ચર્ચા કરી છે. જોકે કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી. જોકે અમને લાગે છે કે કેપ્ટન શોર્ટ કલાકનો નિયમ લાગુ થયા બાદ મેચ સમયસર પૂરી થાય એનું ધ્યાન વિચાર કરી રહ્યું છે. બાસ્કેટબોલ અને ટેનિસ જેવી રમતોમાં શોર્ટ બ્લોકનો નિયમ ઘણાં વર્ષોથી અમલમાં છે.

(1:53 pm IST)