Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ઘુંટણના ઓપરેશન પછી ડોકટરે કહયું'તું...

કોઇ દિવસ દોડી શકીશ નહિઃ સાર્થક ભામ્બરીએ પડકાર જીલી ઓલમ્પીકમાં પ્રવેશ મેળવ્યો!

દિલ્હીનો સ્પ્રીન્ટર સાર્થક ભામ્બરી તેના કેરીયર ઉપર જોખમરૂપ બની ગયેલી ઢીંચણની ઇજામાંથી પ વર્ષ બાદ બહાર આવી સીધો જ ઓલમ્પીક માટે કવોલીફાય થયો છે. એથ્લીટ ૪*૪૦૦ મીટર રીલે ટીમનો સભ્ય છે. સાર્થક ફેડરેશન ઓફ ઇન્ડીયાની ફાઇનલ ટ્રાયલ માટે રવીવારે ૪૦૦ મીટર  મીકસ્ડ રીલેમાં ઉતર્યો હતો. પતિયાલા ખાતે તેણે પ્રથમ ક્રમાંકે ૪૭.૭૩ સેકન્ડમાં દોડ પુરી કરી હતી. બીજા નંબરે ૪૭.૮૩ સેકડન્ડના સમય સાથે એલેકસ એન્થોની રહયો હતો.

સાર્થક ભામ્બરીએ જણાવ્યું હતું કે ર૦૧૭માં ડોકટરે મને કહયું હતું કે, મારી ઢીંચણની સર્જરીને કારણે હંુ કોઇ દિવસ ફરીથી દોડી નહી શકું. આ સમય મારા માટે પડકારરૂપ હતો. પરંતુ મેં ફરી પાછુ કમ બેક કર્યુ છે. રર વર્ષનો સાર્થકનો ઉત્સાહ ચરમસીમાએ છે. સાર્થકે જણાવ્યું કે, મને પેન્ડેમીકના કારણે ગયા વર્ષે તાલીમ માટે જગ્યા મળી શકી ન હતી. હું એએફઆઇ ડેવલોપમેન્ટ ગૃપના પતિયાલા ખાતે યોજાયેલા નેશનલ કેમ્પનો તાલીમાર્થી હતો. કોરોના મહામારીના કારણે  મને અન્ય એથ્લીટો સાથે કેમ્પ છોડવાનું કહેવાયું હતું. પરંતુ મેં કેમ્પ બહાર પતિયાલા ખાતે તાલીમ લેવાનું ચાલુ રાખ્યું હતું અંતે મને સફળતા મળી છે. હું કુદરતનો આભારી છું.

(3:51 pm IST)