Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મેરીકોમઃ ઓલિમ્પિક મેડલથી લઇ વર્લ્ડ ચેમ્પિયનશીપ ટાઇટલ સુધીની સિધ્ધી

નવી દિલ્લીઃ મેરી કોમ - આ એક નામ છે જેણે સમાજના તમામ અવરોધોને પાર કરીને ભારતનું નામ રોશન કર્યું છે. ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં જ્યારથી મેરીએ ભારતને બોકિંસગમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ત્યારથી જ તે માત્ર ભારત માટે નહીં પણ દુનિયા માટે એક ર્સ્પોટિંગ હિરો બની. ઓલિમ્પિક મેડલથી લઈને વર્લ્ડ ચેમ્પિયનશીપ ટાઈટલ સુધી મેરી કોમ પોતાના કરિયરમાં દરેક સિધ્ધી સર કરી ચુકી છે.૨૦૧૮ના વૂમન્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેરીએ ૬ઠ્ઠી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે, ૨૦૧૮માં જ યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ૪૮ કિલોગ્રામ વર્ગમાં પણ મેરી કોમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેરી કોમ એશિયન બોકિંસગ ચેમ્પિયનશીપમાં ૫૧ કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીતી હતી. ૩૮ વર્ષીય મેરી કોમ એશિયા/ઓશિયાના ચેમ્પિયનશીપના સેમિ ફાઈનલમાં પહોંચતા જ તે ઓલિમ્પિક માટે કવોલિફાઈ થઈ હતી અને ચેમ્પિયનશીપમાં તેણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

 મેરી કોમની સિદ્ધિઓઃ

- ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ.

- ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ.

- ૮ વખત વર્લ્ડ બોકિંસગ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ. જેમાં, ૬ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

- ૨ વખત એશિયન ગેમ્સ મેડલિસ્ટ. જેમાં, ૧ ગોલ્ડ અને ૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

- ૭ વખત એશિયન એમેચ્યોર બોકિંસગ ચેમ્પિયનશીપ મેડલિસ્ટ. જેમાં ૫ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ મેરી કોમ જીતી ચુકી છે.

(3:13 pm IST)