Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વિદેશમાં ભારતીય ટીમે સારૃં રમવું પડશે, કોહલી અને શાસ્ત્રી સાથે અમે વાત કરીશું

રમતની સાથે સાતત્યતા હોવી જરૂરીઃ વિરાટ સમજુ ખેલાડી છેઃ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ અને વન-ડે સિરીઝમાં ભારતની કયાં ભૂલ થઈ હતી એ વિશે તેઓ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી સાથે વાત કરશે. ગાંગુલીએ કહ્યું કે વિદેશમાં તમારે સારૃં રમવું પડે છે અને અમારી ટીમે એ નથી કર્યું. આ વાતમાં છુપાવવા જેવું કંઈ નથી. હું જયારે કેપ્ટન હતો ત્યારે પણ ટીમ વિદેશમાં કેવો પર્ફોર્મ કરે છે એના આધારે જ અમે પોતાને જજ કરતા હતા અને આજે પણ એ બદલાયું નથી. આ સંદર્ભે અમે વિરાટ અને રવિ સાથે વાત કરીશું, જેથી કરીને ખેલાડીઓ સારૃં પર્ફોર્મ કરી શકે. તમારી રમતની સાથે સાતત્યતા હોવી જરૂરી છે સાથે-સાથે પ્રેશર પણ જરૂરી છે, પણ એટલું પ્રેશર પણ ન આપો કે કામ ન થઈ શકે. વિરાટ એક સમજુ પ્લેયર છે અને એક- બે નિર્ણય અહીં ત્યાં કરવાથી ઘણો ફરક પડી મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમવાના છીએ. મને નથી ખબર કે એ વખતે હું બીસીસીઆઈનો પ્રેસિડન્ટ હોઈશ કે નહીં, પણ હું હંમેશા ઈચ્છું છું કે અમારા પ્લેયરો વિદેશી ધરતી પર સારૃં પર્ફોર્મ કરે.'

(2:47 pm IST)