Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભારત વિરોધી બેનર પછી નો ફલાઇ ઝોન બનાવવામાં આવ્‍યો ભારત-ન્‍યુઝીલેન્‍ડ સેમીફાઇનલ વેન્‍યુ

         ભારત-ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે વિશ્વકપ સેમીફાઇનલના વેન્‍યુ ઓલ્‍ડ ટ્રેફર્ડને ‘ નો ફલાઇ ઝોન' બનાવી દીધો છે. શ્રીલંકા વિરૂદ્ધ હેડિંગ્‍લીમાં ભારતીય ટીમના આખરી લીગ મેચ દરમ્‍યાન એક ખાનગી વિમાનએ ભારત વિરોધી બેનર લહેરાવ્‍યા હતા.

આ પહેલા પાકીસ્‍તાન-અફઘાનિસ્‍તાન મેચમાં એક વિમાન જસ્‍ટીસ ફોર બ્‍લુચિસ્‍તાન લખેલુ બેનર લઇને ઉડયુ હતુ. ભારત વિરોધી બેનર પર લખ્‍યુ હતુ જસ્‍ટીસ ફોર કાશ્‍મીર.

(10:31 pm IST)