Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વર્લ્ડ કપ જીતવા માટે ભારતીય ટીમ બુકીમાં ફેવરેટ

નવી દિલ્હી:ક્રિકેટની મેચ અને ખેલાડીના દેખાવ પર સત્તાવાર રીતે સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે. તેઓના મતે ઈંગ્લેન્ડ બીજા નંબરે ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ચોથા ક્રમે વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.લેડબ્રોક્સના નામની વેબસાઇટમાં ભારત જીતશે તેના પર શરત લગાવનારને ૧૩/૮, ઈંગ્લેન્ડ માટે ૧૫/૮, ઓસ્ટ્રેલિયા માટે ૧૧/૪ અને ન્યુઝીલેન્ડ માટે ૮/૧નો ભાવ ચાલે છે. જેની ચેમ્પિયન બનવાની ભાવની રીતે સંભાવના વધુ તેના પર રકમ લગાવનારને વળતર ઓછું મળે જેમ સટ્ટો ખેલનાર શક્યતા ધરાવતી ટીમ પર રકમ મુકે તો અને તે જીતે તો તેનું વળતર અનેકગણું વધી જાય છે.સટ્ટાનો ભાવ જુદી જુદી રીતે ખુલતો હોય છે.'બેટ વે' નામની વેબસાઇટે ભારતનો ભાવ ૨.૮, ઈંગ્લેન્ડનો ત્રણ, ઓસ્ટ્રેલિયાનો ૩.૮ અને ન્યુઝીલેન્ડનો ચેમ્પિયન બનવા માટે ૯.૫નો ભાવ આપ્યો છે.વર્લ્ડકપના અંતે કુલ રનની રીતે કોણ ટોપ પર અંતે તે માટેના પણ ભાવ ખુલ્યા છે. રોહિત શર્મા માટે લેડબ્રોકસમાં ૮/૧૩ છે, વોર્નર માટે ૧૧/૮ અને ઈંગ્લેન્ડના રૂટ માટે ૨૦/૧ છે. ટોપ ફાઈવમાં કોહલી રહેશે કે કેમ તે માટે ૩૩/૧ નો ભાવ છે.

(5:14 pm IST)