Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કોપા અમેરિકા : પેરૂને ૩-૧થી હરાવીને બ્રાઝિલ નવમી વખત બન્યુ ચેમ્પિયન

રિયો ડે જાનેરો : કોપા અમેરિકાના ફાઇનલમાં સોમવારે બ્રાઝિલ પેરુને ૩-૧થી હરાવીને ૧૨ વર્ષ બાદ ફરી ટુર્નામેન્ટ જીતી લીધી છે. આ જીત સાથે બ્રાઝિલ પોતાની યજમાની માં કોપા અમેરિકા જીતવાનો રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે. ૧૯૧૯, ૧૯૨૨, ૧૯૪૯, ૧૯૮૯ બાદ આ પાંચમી વખત છે જયારે બ્રાઝિલ કોપા અમેરિકાની યજમાની કરી અને ટુર્નામેન્ટમાં જીત હાંસલ કરી. બ્રાઝિકે કુલ નવમી વખત કોપી અમેરિકા નું ટાઇટલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. ૧૯૯૩ બાદ અમલમાં આવેલા ટુર્નામેન્ટના નવા ફોર્મેટમાં બ્રાઝિલ અત્યાર સુધી છે વખત ફાઇનલ મેચ રમી ચૂકયું છે, જેમાં એને પાંચ વખત જીત મળી છે. ટીમને એકમાત્ર હાર ૧૯૯૫ના ઉરુગ્વ વિરુદ્ઘ મળી હતી. બ્રાઝિલ માટે ગ્રેબિયલ મહેસુસ ટોપ પર્ફોમર રહ્યો હતો. તેણે એક ગોલ કર્યો, જયારે અન્ય એક ગોલમાં આસિસ્ટ કર્યું હતું. ગ્રુપ સ્ટેજમાં પેરુ વિરુદ્ઘ પ-૦થી જીત મેળવી ચૂકેલા બ્રાઝિલ આ મેચમાં પણ શરૂઆતથી આક્રમકતા દાખવી હતી.

(3:21 pm IST)