Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

હિમા દાસનો એક અઠવાડિયામાં બીજો ગોલ્ડ મેડલ

ભારતની સ્ટાર એથ્લીટ હિમા દાસે પોલેન્ડમાં કુટનો એથ્લેટિકસ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ આ હિમા દાસનો આ અઠવાડિયાનો બીજો ગોલ્ડ મેડલ છે. કેરળની રનર વી. કે. વિસ્મયાને આ દોડમાં સિલ્વર મેડલ મળ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી કમરના દુઃખાવા સામે ઝઝૂમી રહેલી હિમા દાસે આ દોડમાં ૨૩.૯૭ સેકન્ડનો સમય લીધો હતો. આ પહેલાં હિમા દાસે મંગળવારે પોલેન્ડમાં જ પોજનાન એથ્લેટિકસ ગ્રાંડ પ્રિકસમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો અને કેરળની વિસ્મયાએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

હિમા હાલમાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયન અને ૪૦૦ મીટર નેશનલ રેકોર્ડ હોલ્ડર છે. મહિલાઓની ૪૦૦ મીટર રેસમાં ભારતની પી. સરીતાબહેન, સોનિયા બૈસ્યા અને આર. વિદ્યાએ ક્રમશઃ પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો હતો. સામાપક્ષે નેશનલ રેકોર્ડ હોલ્ડર મોહમ્મદ અનસે પુરુષોની ૨૦૦ મીટર દોડમાં ૨૧.૧૮ સેકન્ડનો સમય લઈને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

(3:19 pm IST)