Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભારત - ન્યુઝીલેન્ડનો મેચ નિહાળવો છે, સંસદમાં વહેલી રજા આપો

રમત - ગમત મંત્રી કિરણ રિજ્જુએ માંગ કરી

નવી દિલ્હી : ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યુ ઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ રમાશે. આ મેચને લઈને દેશ વિદેશ સુધી જયા પણ ભારતીય ક્રિકેટ પ્રેમી હાજર છે બધાને અલગ જ ઉત્સાહ અને જોશ છે. એવો જ ઉત્સાહ સાંસદોમાં પણ નજર આવી રહ્યો છે. રમત ગમત મંત્રી કિરણ રિજિજૂએ ટીમ ઈન્ડિયાને જીતની શુભકામનાઓ આપતા કહ્યું સંસદમાં અમે થોડા સમય માટે રહીશું પરંતુ મેચ સાંજે છે એટલે જોવા મળશે. મેં ટીમ ઇન્ડિયાને ઔપચારિક રીતે પત્ર દ્વારા ટીમ ઇન્ડિયાને શુભકામનાઓ મોકલી છે. મેં જોયું છે કે આ સમયે ટીમ ઈન્ડિયા બહુ જ સંતુલિત છે. બધા ખેલાડીઓએ મળીને યોગદાન આપ્યું છે.

(3:19 pm IST)