Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમારૂ લક્ષ્ય વર્લ્ડકપ જીતવાનો : વિરાટ

મને યાદ નથી હું ઓનફિલ્ડ પ્રેશર વગર કયારે મેદાનમાં ઉતાર્યો હતો, આપણી ટીમે હવે દરેક પ્રેશરને મેનેજ કરી શકે તેમ છે

મેન્ચેસ્ટર : ઈન્ડિયન ટીમ કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં ટીમ ઇન્ડિયાની માનસિકતા અને વર્લ્ડ કપ ને લઈને પોતાના ઉત્સાહ અંગે વાત કરતા જણાવ્યું છે કે જયારે ટીમ ઈન્ડિયા મેદાનમાં મેચ રમવા ઉતરે છે ત્યારે એમના પર અચૂકપણે પ્રેશર હોય છે. કોહલીના શબ્દોમાં કહીયે તુ, મને યાદ નથી હું ઓન ફિલ્ડ પ્રેશર વગર કયારે મેદાનમાં ઉતર્યો હતો. મેચ નું પરિણામ શું આવે છે એ મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે સ્ટેડિયમમાં બેસેલા લોકો તમારી પાસેથી શું આશા રાખે છે. આ કારણસર જ ટીમ પર પ્રેશર હોય છે અને તક પણ હોય છે. જોકે ટીમ ઈન્ડિયા હવે આ પ્રકારના પ્રેશરને મેનેજ કરી શકે એમ છે.

આજે માન્ચેસ્ટરમાં ઇન્ડિયાનો મુકાબલો ન્યૂ ઝીલેન્ડ સાથે થવાનો છે, જેમાં જીતનારી ટીમ ૧૪ તારીખે લોર્સમાં ફાઈનલ મેચ રમવા કવોલિફાઇ થશે. વર્લ્ડ કપ જીતનાર ટીમ માં ટીમ ઇન્ડિયાની લો લોકપ્રિયતા શરૂઆતથી જ પ્રબળ રહી છે. કોહલીએ વધુ માં જણાવ્યું કે, તમારા ફોન અમારી પાસેથી શું આશા રાખે છે એ અમે જાણીયે છીએ.

ટુર્નામેન્ટમાં દરેક મેચ મહત્ત્વની હોય છે પછી એ કવોલિફાઈંગ હોય કે સેમી ફાઈનલ. અમારું લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનો છે અને જેમ મેં પહેલા કહ્યું એમ જે ટીમ સારું રમશે એ જીતશે.

(3:18 pm IST)