Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ટીમમાં છઠ્ઠા બોલરના સવાલ પર કોહલીએ કહ્યું હું પણ ઘાતક બોલર છું

મુંબઈ ;ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા વિરાટ કોહલીએ પોતાની બોલિંગને લઈ એક ખુલાસો કર્યો હતો  અત્યાર સુધી 5 બોલર્સ સાથે રમી રહેલ ટીમને લઈ કોહલીને જ્યારે છઠ્ઠા બોલર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે 5 બોલર્સ સાથે રમવાથી ટીમને બેટિંગના હિસાબે વધુ મજબૂતાઈ મળે છે.  

  કોહલીએ મજાકિયા અંદાજમાં કહ્યું કે હું પણ બોલિંગ કરી શકું છું. જ્યાં સુધી છઠ્ઠા બોલરનો સવાલ છે હું ખુદ ઘાતક બોલર છું, જ્યાં સુધી હું પીચ પર પડી ન જાઉં. હું સારી બોલિંગ કરી શકું.

    કોહલીએ કહ્યું કે 5 બોલર સાથે ઉતરવાનો ફેસલો અત્યાર સુધી ટીમ માટે સફળ સાબિત થયો છે. કોહલીએ કહ્યું કે વર્લ્ડ કપ જેવી પ્રતિયોગિતાઓમાં આગળ જવા માટે પ્લાન વધુ સ્પષ્ટ બનાવવો છે, હાલાતના હિસાબે પ્લાન કરવાનો હોય છે. તમે હંમેશા એક સેટ બેટિંગ ઓર્ડર ન રાખી શકો. મને લાગે છે કે અમે આ ચીજોને સારી રીતે હેન્ડલ કરી છે

(3:18 pm IST)