Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વેસ્ટઇંડીઝને મળી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં જીત

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝે ત્રીજા દિવસે અહીં બંગલાદેશને પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને ૨૧૯ રનથી હરાવી દીધું હતું. બંગલાદેશની ટીમ પ્રથમ દાવમાં ફક્ત ૪૩ રનમાં આઉટ થયા બાદ વિન્ડિઝે ઓપનર ક્રેગ બ્રેથવેઇટના ૧૨૧ રનની મદદથી ૪૦૬ રન બનાવ્યા હતા.

 કૅરેબિયનોના ૩૬૩ રનની સરસાઈના બોજ તળે દબાઈ ગયેલું બંગલાદેશ ગઈ કાલે બીજા દાવમાં ૧૪૪ રનના સ્કોર પર આઉટ થઈ ગયુંં હતું. કૅરેબિયન ફાસ્ટ બોલર શેનન ગૅબ્રિયલે પાંચ તેમ જેસન હોલ્ડરે ત્રણ અને મિગ્વેલ કમિન્સે બે વિકેટ લીધી હતીપ્રથમ દાવમાં ફક્ત આઠ રનમાં પાંચ વિકેટ લેનાર કીમાર રૉચને મૅન ઑફ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

(6:10 pm IST)