Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયમ બ્રાજીલને મળી હાર

નવી દિલ્હી: રશિયાના નીજની મેદાન ખાતે રમાયેલી બીજી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની પણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં બેલ્જિયમ સામે હાર થઇ હતી. બેલ્જિયમે જોરદાર રમત રમીને વધારે આક્રમણ કર્યા હતા. બ્રાઝિલની ટીમે સારી રમત રમી હોવા છતાં નસીબ સાથ રહેતા તેમની હાર થઇ હતી. બેલ્જિયમ તરફથી મેચમાં હિરો તરીકે કેવિન ડિ બ્રુયન રહ્યો હતો. બ્રાઝિલ તરફથી પ્રથમ હાફમાં ફર્નાન્ડો દ્વારા ફિલ્ડ ઓન ગોલ થઇ હતો. ભુલ બ્રાઝિલને છેલ્લે સુધી ભારે પડી હતી. ૧૩મી મિનિટમાં ફર્નાન્ડોએ ઓન ગોલ કરી દીધો હતો. વર્ષ ૨૦૧૪માં પણઁ આવી ભુલ માર્સેલો દ્વારા કરવામાં આવી હતી. બ્રાઝિલની સામે હજુ સુધી નિરાશાજનક દેખાવ કરનાર બેલ્જિયમની ટીમ વખતે શરૃઆતથી વધારે આક્રમક કરતી નજરે પડી હતી. લુકાકુની મદદથી બ્રુયનાએ ગોલ કર્યો હતો. વખતે શરૃઆતથી વર્લ્ડ કપમાં એક પછી એક મેચમાં ટોપની ટીમનો હારનો સિલલિસો શરૃ થઇ ગયો હતો. સૌથી પહેલા વર્લ્ડ ચેમ્પિયન જર્મનીની ટીમ પ્રથમ રાઉન્ડમા ંજ બહાર થઇ ગઇ હતી. ત્યારબાદ સ્પેન અને પોર્ટુગલ જેવી ટીમો બહાર થઇ હતી. ત્યારબાદ સિલસિલો આગળ વધ્યો હતો. લિયોનેલ મેસ્સીના નેતૃત્વમાં આર્જેન્ટિનાની ટીમ પણ ત્યારબાદ ફેકાઇ ગઇ હતી. હવે ફેવરટી તરીકે કોણ છથે તે અંગે વાત કરવી મુશ્કેલ છે. પરંતુ રશિયા અને ફ્રાન્સને પણ દાવેદાર ગણી શકાય છે. ઇંગ્લેન્ડની ટીમ જોરદાર રમત રમી રહી છે. સાથે સાથે બેલ્જિયમ પણ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની શકે છે. તેની પાસે તમામ સ્ટાર ખેલાડી છે. જેમાં લુકાકુ અને બ્રુયનાનો સમાવેશ થાય છે. 

 

ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે. વખતે આઈસલેન્ડ ,પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા હતા. ચાર વખતની વિજેતા ઇટાલી વખતે ક્વાલિફાઇ પણ થયુ હતુ. નેધરલેન્ડ પણ પહોંચી શક્યુ હતુ. 

(6:09 pm IST)