Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વિમ્બલ્ડનના દર્શકોના વર્તનથી જોકોવિચ નારાજ

સર્બિયાનો ભૂતપૂર્વ નંબર વન ખેલાડી જયારે સર્વ કરતો ત્યારે કેટલાક પ્રેક્ષકો સીટી વગાડતા અને ખોંખારો ખાતા

સર્બિયાનો ટેનિસ ખેલાડીઅ અને ત્રણ વખત વિમ્બલ્ડનનો ખિતાબ જીતી ચૂકેલો નોવાક જોકોવિચ વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટમાં બેઠેલા અમુક પ્રેક્ષકોના વર્તનથી નારાજ થઈ ગયો હતો, કારણ કે તે જયારે સર્વ કરતો હતો ત્યારે લોકો જાણી જોઈને સીટી વગાડતા હતા અને ખાંસી ખાતા હતા. જોકોવિચની નારાજગી રસપ્રદ છે, કારણ કે સામાન્ય રીતે ટેનીસમાં પ્રેક્ષકો આ મેચમાં સ્થાનિક ખેલાડી કાઈલ એડમંડને ૪-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો. મેચ પછી તેણે પ્રેક્ષકોના વર્તનને ડેવિસ કપની મેચના માહોલ સાથે સરખાવ્યો હતો.

જોકોવિચ ખાસ કરીને અમુક પ્રેક્ષકોના વર્તનથી ઘણો હતાશ થઈ ગયો હતો, જયારે તેને વધારે વખત બોલ ઉછાળીને સમય બગાડવા બદલ સાવધ કરી દેવામાં આવ્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે ત્યારબાદ પ્રેક્ષકોના એક વર્ગે અલગથી પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યુ જે બિનજરૂરી હતું. રેન્કીંગમાં નંબર એક પર રહી ચૂકેલા જોકોવિચે કહ્યું હતું કે મને લાગે છે કે પ્રેક્ષકોની પ્રતિક્રિયા બિનજરૂરી હતી. અમુક છોકરાઓ મને મળેલી ચેતવણી પર ખાંસી રહ્યા હતા અને સીટી વગાડતા હતા. આ એવી વાતો છે જે લોકોને ટીવી પર જોવા કે સાંભળવા નહિં મળે. જો કે આવી હરકતો મને નથી ગમતી.(૩૭.૧૫)

 

(4:21 pm IST)