Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ગોલ્ફને વધુ લોકપ્રિય બનાવવા ૨૦૨૩માં પ્રથમ ગોલ્ફ લીગ રમાશે : ઇનામ ૧૮.૨૦ અબજથી વધુ

પીજીએ ટુરમાં સૌથી મોટી રકમ ૧૯.૬૭ છે : આ લીગમાં દરેક વિજેતાને ૨૯ કરોડથી વધુ રકમ મળશે

ન્યુયોર્ક,તા. ૯ : ગોલ્ફને વિશ્વમાં લોકપ્રિય બનાવવા હવે લીંગની શરૂઆત કરવામાં આવશે. રિપોર્ટ મુજબ ક્રિકેટ અને ફૂટબોલની જેમ અન્ય રમતોના સ્ટેજ ઉપર ટૂંક સમયમાં પહેલી પ્રીમીયર ગોલ્ફ લીગ જાન્યુઆરી ૨૦૨૩માં શરૂ થઇ શકે છે.

જે અંતર્ગત આખા વિશ્વમાં ઘણી ટુર્નામેન્ટનું આયોજન કરાશે. ખાસ વાત એ છે કે આ લીગની કુલ ઇનામી રકમ રૂ. ૧૮.૨૦ અરબથી પણ વધુ હશે. ફંચાઇઝી આધારીત આ લીગનું સંચાલન ઇંગ્લેન્ડ સ્થિત વર્લ્ડ ગોલ્ફ ગ્રુપ કરશે.

રિપોર્ટ મુજબ એક ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ખેલાડી ભાગ લઇ શકશે અને જેમાં ૩ ટીમો રહેશે. એક ટીમમાં ૪ ખેલાડીઓ સામેલ કરાશે. આ લીગના મોટા ભાગની ટુર્નામેન્ટ અમેરિકામાં રમાશે. જ્યારે અન્ય દેશોમાં પણ રમાશે. જેમાં ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળશે.

ગોલ્ફરોને આ લીગથી ઘણી કમાણીની તક મળશે. કેમ કે ચેમ્પીયને મળનારી રકમ પીજીએ ટુરથી સૌથી મોટી રકમથી વધુ છે. પીજીએ ટુરમાં સૌથી મોટી રકમ ૧૯.૬૭ કરોડ છે. જ્યારે આ લીગની પ્રત્યેક ટુર્નામેન્ટના ચેમ્પીયનને ૨૯ કરોડ રૂપિયાની વધુ મળશે.

(12:54 pm IST)