Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ન્યૂઝીલેન્ડની વીમેન્સ ટીમનો વર્લ્ડ રેકોર્ડઃઆયર્લેન્ડ સામેની વનડેમાં 490 રનનો વિશાળ સ્કોર ખડક્યો

ઇન્ટરનેશનલ લેવલે મેન્સ અને વીમેન્સ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો

ડબલિનઃ ન્યૂ ઝીલેન્ડ વીમેન્સ ક્રિકેટ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એક ઇનિંગમાં સૌથી વધુ સ્કોર કરી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યૂ ઝીલેન્ડે આયર્લેન્ડ સામેની મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ચાર વિકેટ ગુમાવી 490 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે ઇન્ટરનેશનલ લેવલે મેન્સ અને વીમેન્સ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે.

  આ મેચમાં કિવી ટીમની કેપ્ટન સુજી બેટ્સે 94 બોલમાં સૌથી વધુ 151 રન ફટકાર્યા હતા, જે દરમિયાન તેણે 24 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. આ સિવાય મેડી ગ્રીને 77 બોલમાં 121 રનની ઇનિંગમાં 15 ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. આ બંને ઉપરાંત જદેસ વાકિસન 62 અને અમેલિયા કેર 81 રનની ઇનિંગ રમ્યાં હતાં. બંને ખેલાડીઓ અણનમ રહી હતી.

  આયર્લેન્ડની કારા મરેએ 10 ઓવરમાં 121 રન આપી બે વિકેટ ઝડપી હતી. જ્યારે લોઉસી લિટલ અને લારા મારિત્ઝે 92-92 રન આપ્યા હતા. આ પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ ન્યૂ ઝીલેન્ડના નામે જ હતો. કિવી મહિલાઓએ 1997માં 29મી જાન્યુઆરીએ ક્રાઇસ્ટ ચર્ચ મેદાન પર પાંચ વિકેટે 455 રન નોંધાવ્યા હતા.

વીમેન્સ ક્રિકેટ ટીમોએ બનાવેલા સર્વોચ્ચ સ્કોર :

ન્યૂ ઝીલેન્ડ (490/4) Vs પાકિસ્તાન

ન્યૂ ઝીલેન્ડ (455/5) Vs પાકિસ્તાન

ઑસ્ટ્રેલિયા (412/3) Vs ડેનમાર્ક

ઑસ્ટ્રેલિયા (397/4) Vs પાકિસ્તાન

ઇંગ્લેન્ડ (378/5) Vs પાકિસ્તાન

મેન્સ ક્રિકેટમાં એક ઇનિંગમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. 2016માં 30મી ઓગસ્ટે ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સામે નોટિંગમમાં ત્રણ વિકેટે 443 રનનો સ્કોર ખડક્યો હતો.

ઇંગ્લેન્ડ (444/3) Vs પાકિસ્તાન

શ્રીલંકા (443/9) Vs નેધરલેન્ડ

સાઉથ આફ્રિકા (439/2) Vs વેસ્ટ ઇન્ડીઝ

સાઉથ આફ્રિકા (438/9) Vs ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા (434/4) Vs સાઉથ આફ્રિકા

(2:26 pm IST)