Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભારતીય રનર જિસના મૈથ્યૂઝે જાપાનમાં એશિયાઈ જૂનિયર એથલેટિક્સમાં જીત્યો ગોલ્ડ

મહિલાઓની 400 મીટરની દોડમાં 53.26 સેકન્ડસ સાથે પ્રથમ : પાંચ અન્ય ભારતીય ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગિફૂ (જાપાન): ભારતીય રનર જિસના મૈથ્યૂઝે એશિયાઇ જૂનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે 400 મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે ચેમ્પિયનશિપમાં પાંચ અન્ય ભારતીય ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે ભારતના નામે હવે બે ગોલ્ડ, એક સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ થઈ ગયા છે.

 ટૂર્નામેન્ટમાં જીતના પ્રબળ દાવેદાર જિસના મહિલાઓની 400 મીટરની દોડમાં 53.26 સેકન્ડના સમય સાથે ટોપ પર રહી. શ્રીલંકાના દિલસી કુમારસિંઘે (54.03 સેકન્ડ)ને સિલ્વર અને ચીની તાઇપેની જુઇ-હસ્યુઆન યાંગ (54.74)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો . 

  અત્રે ઉલ્લેખનીય છે કે જિસના પીટી ઉષા એખલેટિક્સ સ્કૂલમાં ટ્રેનિંગ લે છે, જેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 52.65 સેકન્ડ છે. તેણે આ પહેલા સીનિયર એસિયાઇ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ અને ચાર ગુણા 400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે રિયો ઓલંમ્પિક 2016 અને લંડન વિશ્વ ચેમ્પિયનશિપ 2017માં ભાગ લેનારી ચાર ગુણા 400 રિલે સ્પર્ધામાં ભારતીય ટીમનો ભાગ હતી. 

    દરમિયાન લાંબી કૂદમાં જૂનિયર રાષ્ટ્રીય રેકોર્ડધારી ખેલાડી એમ શ્રીસંકરે પોતાના ખાનગી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7.99 મીટરને રીપિટ ન કરી શક્યો. તેણે 7.47 મીટરના કૂદકા સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. 

ગોળા ફેંકમાં 2016માં સિલ્વર મેડલ જીતનાર અજય ભાલોથિયા પોતાના મેડલનો બચાવ કરવામાં સફળ રહ્યો. તેણે છ કિલોના ગોળાને 18.22 મીટર દૂર ફેંક્યો. 

ભારતને બે અન્ય બ્રોન્ઝ મેડલ પુરૂષોની 10000 મીટર અને મહિલાઓની 1500 મીટર દોડમાં ક્રમશઃ કાર્તિક કુમાર અને દુર્ગા પ્રમોદ દેવરેને મળ્યા. 

(2:16 pm IST)