Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

એશિયા કપ ટી20: પાકિસ્તાનને હરાવી ભારતીય મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી

ટી-20 મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ને 20 ઓવરમાં 7 વિકટ ગુમાવી ફક્ત 72 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય મહિલા ટીમે હરમનપ્રીત કૌર અણનમ 34 રન અને સ્મૃતિ મંધાના 38 રનની મદદથી તેમજ એકતા બિષ્ટે 3 વિકેટ લઈ ભારતને શાનદાર જીત અપાવી હતી

(12:43 pm IST)