Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ચેમ્પિયન લીગમાં લિવરપૂલ 4-0થી બાર્સીલોનને આપી માત

નવી દિલ્હી: ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની બીજી સેમિફાઇનલના બીજા લેગમાં લિવરપૂલની ટીમે બાર્સેલોનાને -૦થી પરાજય આપ્યો હતો. પ્રથમ લેગમાં લિવરપૂલનો -૩થી પરાજય થયો હતો. આમ લિવરપૂલે સેમિફાઇનલને એગ્રીગેટ સ્કોર -૩થી જીતી લીધી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૬ બાદ કોઇ ટીમ સેમિફાઇનલમાં ત્રણ ગોલથી પાછળ રહ્યા બાદ સેમિફાઇનલમાં વિજેતા બની હોય તેવો પ્રથમ બનાવ છે. જોગાનુજોગ ૩૩ વર્ષ પહેલાં બાર્સેલોનાની ટીમે સિદ્ધિ મેળવી હતી. તેણે તે સમયે સ્વીડનની ક્લબ ગોટેબાર્ગને હરાવી હતી. લિવરપૂલની ટીમ સતત બીજા વર્ષ અને કુલ નવમી વખત ફાઇનલમાં રમશે. લિવરપૂલના હોમગ્રાઉન્ડ એનફિલ્ડ એરિના ખાતે રમાયેલી મેચમાં ડીવોક ઓરિગિ તથા વિનાલ્ડનમે બે-બે ગોલ કર્યા હતા. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ ૧૦ મુકાબલા થયા છે. તેમાંથી લિવરપૂલે ચોથો વિજય હાંસલ કર્યો છે. બંને ટીમો વચ્ચે ગ્રાઉન્ડ પર છેલ્લે ૨૦૦૭માં મુકાબલો રમાયો હતો જેમાં બાર્સેલોનાનો -૦થી વિજય થયો હતો. બાર્સેલોના ચેમ્પિયન્સ લીગની વર્તમાન સિઝનમાં અત્યાર સુધી ૧૨ મેચ રમી છે અને તેને પ્રથમ વખત પરાજયનો સામનો કરવો પડયો છે. તેણે આઠ મુકાબલા જીત્યા છે અને ત્રણ ડ્રો રહ્યા હતા. લિવરપૂલે ૧૧ મેચમાં સાત વિજય હાંસલ કર્યા છે. સિઝનમાં લિવરપૂલે કુલ ૨૨ ગોલ નોંધાવ્યા છે અને બાર્સેલોનાએ ૨૬ ગોલ કર્યા હતા.

 

(5:47 pm IST)