Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ક્રિકેટર મોહમ્‍મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્‍ચે સમાધાનના અેંધાણઃ જ્ઞાતિ પંચાયતે બીડુ ઉઠાવ્યું

કોલકાતાઃ ક્રિકેટર મોહમ્‍મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્‍ચે ચાલી રહેલા વિવાદનું સમાધાન થાય તેવા સંકેતો છે. આ માટે તેમની જ્ઞાતિની પંચાયતે દખલ દેવાનું શરુ કર્યું છે. શમી તુર્ક જ્ઞાતિમાંથી આવે છે અને જ્ઞાતિની આ પંચાયતે બંને વચ્ચે સમાધાન કરાવવા માટે બીડું ઉઠાવ્યું છે. આ માટે પંચાયતના આગેવાનો અમરોહા ખાતે શમીના ઘરે પહોંચ્યા હતા અને તેમણે હસીન જહાંનો પક્ષ પણ જાણ્યો હતો.

થોડા દિવસો પહેલા જ હસીન પોતાની દીકરી અને વકીલ સાથે અમરોહા પહોંચી હતી. જોકે તે વખતે હસીન આવી રહી હોવાના અહેવાલ સાથે જ શમીનો પરીવાર ઘરને તાળુ મારીને અન્ય જગ્યાએ ચાલી ગયો હતો. જે બાદ હસીન પોલીસ અને પડોશીઓના ઘરે ધક્કા કાતી રહી હતી પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું.

જે બાદ આ ઘટનાની જાણ પંચાયતના સદસ્યોને થતા જ્ઞાતિના જ એક વ્યક્તિના ઘરે સમગ્ર પંચાયત એકઠી થઈ હતી અને હસીન જહાંને ત્યાં બોલાવી તેનો પક્ષ જાણ્યો હતો. જે બાદ આગેવાનોએ આ બંનેની પંચાયત બેસાડવાનું નક્કી કર્યું છે. આગેવાનોએ પૂર્વ સ્થાનિક ધારાસભ્ય મુન્ના આકિલના ઘરે શમીના ભાઈ હસીબ, મામા મુગીર સહિત પરીવાર જનોને મળીને તેમનો પણ મત જાણ્યો હતો.

તમને જણાવી દઈએ કે ક્રિકેટર શમીએ પત્ની હસીનના અમરોહા પહોંચવા પર પોલીસ અધિક્ષકને પત્ર લખી હસીનાથી પરીવારને ખતરો હોવાનું જણાવી તેને પૈતૃક ઘરથી દૂર રાખવા જણાવ્યું હતું. જ્યારે હસીના ઘરે પહોંચી ત્યારે તાળુ જોઈને તેમે સામાન પડોશીના ઘરે રાખી દીધો હતો.

શમીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, ‘મારી પત્ની અમારી દીકરી સાથે મારા ઘરે આવી પહોંચી છે. પરંતુ પાછલા ઘણા સમયથી મારે તેની સાથે વિવાદ ચાલે છે. જે દરમિયાના તેણે દુષ્કર્મથી લઈને હત્યા સુધીના અનેક ખોટા આરોપ મારા પર મુક્યા છે જેના કારમે હવે તેની હાજરીથી મને ડર લાગે છે. આ સ્થિતિમાં હું પત્ની સાથે ઘરમાં ન રહી શકું. જો હસીન ઇચ્છે તો તે અમરોહાની કોઈપણ હોટલમાં અમારી દીકરી સાથે રહી શકે છે અને તેનો તમામ ખર્ચ ઉઠાવવા પણ હું તૈયાર છું.

(7:03 pm IST)