Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

૩૮ વર્ષની ઉંમરે અબ્દુલ રઝાકની ક્રિકેટમાં વાપસી

પાકિસ્તાનના ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે ૩૮ વર્ષની ઉંમરે ક્રિકેટના મેદાનમાં વાપસી કરવાનો નિર્ણય લીધો છે. તેણે પાંચ વર્ષ પહેલા છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને ડોમેસ્ટીક ક્રિકેટમાં તેણે છેલ્લી મેચ ત્રણ વર્ષ પહેલા રમી હતી. હવે ડોમેસ્ટીક ફર્સ્ટ કલાસ ટુર્નામેન્ટ 'કાયદે આઝમ ટ્રોફી'માં રમવા માટે તેણે પાકિસ્તાન ટીવી સાથે કરાર કર્યા છે. ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી મોહમ્મદ વસીમની સલાહ પર તેણે વાપસી કરી છે. તેની ઈચ્છા પાકિસ્તાન સુપર લીગમાં રમવાની છે. અબ્દુલ રઝાકે પાકિસ્તાન વતી ૪૬ ટેસ્ટ, ૨૬૫ વન-ડે અને ૩૨ ટી-૨૦ મેચ રમી છે.

(12:26 pm IST)