Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ઓડીશા ચીફ મીનીસ્ટર રીલીફ ફંડમાં હોકી ઇન્ડિયાએ આપ્યા ૨૧ લાખ રૂપિયા

દેશમાં કોરોના વાઈરસની સ્થિતિને જોતાં હોકી ઈન્ડિયાએ ઓડિશા ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં ર૧ લાખ રૂપિયા આપ્યા છે. ઓડિશા રાજય હંમેશાં હોકીનું સૌથી મોટું સમર્થક રહ્યું છે અને એ રાજયને મદદ કરવા હોકી ઈન્ડિયા પણ આગળ આવ્યું છે. હોકી ઈન્ડિયાના બોર્ડ સર્વાનુમતે નિર્ણય લીધા બાદ આ ડોનેશન આપ્યું છે જેની જાણકારી હોકી ઈન્ડિયાના પ્રેસિડન્ટ મોહમ્મદ મુશ્તાક અહમદે આપી હતી.

(3:37 pm IST)