Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

માહિ હવે પબજી નહિ પણ અલગ-અલગ ગેમ રમી રહયો છે

નવી દિલ્હી : દીપક ચહરના જણાવ્યા મુજબ મહેન્દ્ર સિંહ ધોનીને પબજી રમવામાં તકલીફ પડતી હોવાથી તે હવે 'કોલ ઓફ ડ્યુટી' રમી રહ્યો હોવાની ચર્ચા છે. ઓન ફીલ્ડ હોય કે ઓફ ફીલ્ડ, મહેન્દ્ર સિંહ ધોની તમને કંઈક ને કંઈક એકિટવિટી કરતો જોવા મળે છે. તે કાર્સ અને બાઇકની સાથે વિડિયો ગેમનો પણ શોખીન છે.

એક વિડિયો શેર કરતાં દીપકે ધોની વિશે વાત કરતાં કહ્યું કે 'માહીભાઇ હવે પહેલાંના જેવી પબજી નથી રમતા, પણ હું રમું છું. માહીભાઈ હવે અલગ ગેમ રમે છે. હા, કેટલાક સમય પહેલાં તે પબજી રમતા હતા, પણ હવે તેમનો ટચ છૂટી ગયો છે. કોણ કયાંથી આવીને શૂટિંગ કરે છે એ તેઓ હવે ગોતી નથી શકતા. તેમનો સંપૂર્ણપણે આ ગેમનો ટચ છૂટી ગયો છે.

(3:36 pm IST)