Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદ ટેસ્ટ દરમિયાન ૪૧ ડિગ્રી તાપમાન અંગ્રેજ ખેલાડી સહન ન કરી શકયા : ૩ થી ૫ કિલો વજન ઉતરી ગયુ : ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે કહ્યું 'શ્રેણી હાર્યા બાદ અમો ગરમીનું બહાનુ નથી ધરતા : ટીમ ઈન્ડિયા સારૂ રમી

અમદાવાદ : ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસે સ્પષ્ટતા કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની ચોથી ટેસ્ટમાં તેનું અને સાથી ખેલાડીઓનું ગરમીમાં અચાનક જ વજન ઘટી ગયું હતું. મેચ પહેલાં ઘણા ખેલાડીઓને પેટમાં ગડબડ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતે અંતિમ ટેસ્ટ ૧ ઇનિંગ્સ અને ૨૫ રને જીતીને શ્રેણી ૩-૧થી પોતાના નામે કરી હતી તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ સ્થાન મેળવી લીધું હતું.

૨૯ વર્ષીય સ્ટોકસે કહ્યું હતું કે ખેલાડીઓ પૂરેપૂરી રીતે ઇંગ્લેન્ડ વતી રમવા ડેડિકેટેડ છે. ગયા અઠવાડિયે આ જ જોવા મળ્યું હતું. ઘણા ખેલાડીઓ બીમાર હતા તેમ છતાં તેમણે ૪૧ ડીગ્રી ગરમીમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.

સ્ટોકસે વધુમાં કહ્યું હતું કે એક અઠવાડિયામાં મારું વજન ૫ કિલો ઘટી ગયું હતું, જ્યારે ડોમિનિક સિબલેનું ૪ કિલો અને જેમ્સ એન્ડરસનનું ૩ કિલો વજન ઘટી ગયું હતું. જેક લિચ બોલિંગ સ્પેલ દરમિયાન ચાલુ મેચે શૌચાલય જઈ ગયો હતો.

સ્ટોકસે કહ્યું હતું કે આ બધું કહીને અમે કોઈપણ પ્રકારનું બહાનું કાઢતા નથી. ભારત અને ખાસ કરીને ઋષભ પંતે બહુ સારું -દર્શન કર્યું, પરંતુ અમને ગર્વ છે કે કેવી રીતે દરેક ખેલાડી તબિયત સારી ન હોવા છતાં ઇંગ્લેન્ડ માટે રમવા અને દેશને જિતાડવા ફોકસ્ડ હતો. રિઝલ્ટ અમારી તરફેણમાં ન આવ્યું એ અલગ વાત છે.

(6:04 pm IST)