Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ક્રિકેટર જસપ્રિત બુમરાહ ગોવામાં 14-15 માર્ચના સ્‍પોર્ટસ એન્‍કર અને મોડલ સંજના ગણેશન સાથે લગ્નના બંધને બંધાશે

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કોની સાથે અને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે તેની ગુત્થી હલ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહએ ઇંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાયેલી શ્રેણીની ચોથી ટેસ્ટ પહેલા વ્યક્તિગત કારણો દર્શાવીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ હવે સમાચાર સામે આવ્યા છે કે, તેણે લગ્નની તૈયારી માટે રજા લીધી હતી. પરંતુ તેઓ ક્યારે અને કોની સાથે લગ્ન કરી રહ્યા છે તે વિશે કોઈને માહિતી મળી નથી. આ અંગે પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ અંગે કોઈ માહિતી આપી ન હતી.

14-15 માર્ચના રોજ ગોવામાં થશે લગ્ન

પરંતુ હવે ગુપ્ત રીતે લગ્ન કરવા જઈ રહેલા બુમરાહના લગ્નની તારીખ અને દુલ્હનનું નામ સામે આવ્યું છે. વિશ્વસનીય સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, ગોવામાં 14-15 માર્ચના રોજ તે જાણીતી સ્પોર્ટ્સ એન્કર અને મોડલ સંજના ગણેશન સાથે લગ્ન કરશે. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોરોના સંકટને કારણે ખુબ જ ઓછા લોકો સામેલ થશે. ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમના ખેલાડી બાયો બબલમાં હોવાના કારણે લગ્નમાં ભાગ લઇ શકશે નહીં.

બુમરાહની ઇંગ્લેન્ડ સામેની ટી -20 અને વનડે સિરીઝમાં રમવાની સંભાવના ઓછી છે. હવે તે સીધો 9 એપ્રિલથી શરૂ થઈને આઈપીએલ 2021 માં રમતો જોવા મળશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પાંચ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની મેચથી થશે.

કોણ છે સંજના ગણેશન

28 વર્ષીય સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર/ પ્રેઝેન્ટર છે. છેલ્લા કેટલાક સમયથી તે ઘણી ટૂર્નામેન્ટનો ભાગ રહી છે. ત્યારે આઇપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના આઇસીસી વર્લ્ડ કપ 2019 થી લઇને ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) સુધી હોસ્ટ કરી ચુકી છે. આ ઉપરાંત સંજના કોલકાતા નાઇટ રાઇડર્સની એન્કર પણ છે. સંજનાએ વર્ષ 2013 માં ફેમિના ગોર્ઝિયસ ખિતાબ જીત્યો હતો.

સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલિટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજનાએ પુણેની જાણીતી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો અને વર્ષ 2014 માં તે મિસ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી હતી.

(5:38 pm IST)
  • ઇડીએ મની લોન્ડરિંગના મામલામાં ઉત્તર પ્રદેશના પૂર્વ બસપા એમએલસી મોહમ્મદ ઇકબાલની ₹ 1,097 કરોડની સાત સુગર મિલો જપ્ત કરી છે. access_time 5:20 pm IST

  • મુંબઈ શહેરમાં આજે કોરોના ઇન્ફેક્શનના નવા 1,008 કેસ નોંધાયા છે, પરંતુ વાસ્તવિક ચિંતાના સમાચાર ધારાવી તરફથી આવી રહ્યા છે : આજે ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે : છેલ્લે 23 ઓક્ટોબર, 2020 ના રોજ ચાર મહિના પહેલા આ વિસ્તારમાં 18 કેસ નોંધાયા હતા.(ન્યૂઝફર્સ્ટ) access_time 10:27 pm IST

  • બોલીવુડ અભિનેતા રણબીર કપૂરને વળગ્યો કોરોના : તેની માતા નીતુ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું કે રણબીરની તબિયત સ્વસ્થ છે અને હાલ તે હોમ આઇસોલેશનમાં છે access_time 3:12 pm IST