Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદમાં ધવન ઢોકળા-પુજારા પાત્રાવાળી ગુજરાતી વાનગીઓ સાથેની ‘ધ મોટેરા થાલી ચેલેન્‍જ'માં પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે ભાગ લીધો

અમદાવાદ: ખાવાની શોખીનો માટે આ દુનિયા પણ નાની પડે છે. અનેકવાર આપણે ફૂડ ચેલેન્જિસના કિસ્સા જોયા છે. કેટલાક રેસ્ટોરન્ટ્સ પોતાની બાહુબલી થાલી ખાવાને બદલે ઈનામો આપતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવી ચેલેન્જ આપતી થાળી આવે છે. જેમા ક્રિકેટનો રંગ જોવા મળ્યો છે. ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ સીરીઝ જીતી ગયુ તે પછી ક્રિકેટ રસિકો ટી-20 એક્શનની રાહ જોઈને બેસ્યા છે. પરંતુ અમદાવાદમાં તો તે પહેલા જ ક્રિકેટના રસિકો માટે ખાસ મેનુ તૈયાર થયું છે. ત્યારે અમદાવાદના કોર્ટયાર્ડ મેરીયોટ્ટ ખાતે ધ મોટેરા થાલી ચેલેન્જ યોજાઈ હતી.

કોર્ટયાર્ડ મેરીયોટ્ટ ખાતે ધ મોટેરા થાલી ચેલેન્જ યોજાઈ હતી. જેમાં ગ્રાહકોને તેમના પરિવાર અને મિત્રો સાથે આ ખાસ થાલી માટે આમંત્રણ અપાયું હતું. 5 ફૂટની થાલી ચેલેન્જ પૂરી કરવાના પડકાર માટે આમંત્રિત કર્યા હતા.

ક્રિકેટ થીમ ધરાવતી આ થાળીના મેનુમાં ધવન ઢોકળાં અને પુજારા પાત્રા ઉપરાંત અન્ય ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. થાળી જોઈને અવાક થઈને એવી એવી વસ્તુઓ મેનુમાં સામેલ કરાઈ હતી.

અમદાવાદના ક્રિકેટ ઉત્સવની ઉજવણીમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે પણ ધ મોટેરા થાલી ચેલેન્જમાં ઉત્સાહભેર લીધો છે. 12 માર્ચથી ભારત-ઈંગ્લેન્ડ ટી-20 ક્રિકેટ સીરીઝ શરૂ થઈ રહી છે. ત્યારે તે પહેલા લોકોનું આકર્ષણ આ થાલી તરફ વધ્યું છે.

(5:38 pm IST)