Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આઇસીસી ટેસ્‍ટ ચેમ્‍પીયનશીપ જીતનારી ટીમને ૧ મીલીયન અમેરીકન ડોલર મળશે

નવી દિલ્‍હીઃ વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પીયશીપની ફાઇનલમાં ટીમ ઇન્‍ડિયા ન્‍યુઝીલેન્‍ડ સાથે ટકરાશે. લોર્ડસમાં ૧૮ થી ૨૨ જુન દરમિયાન આ મહામુકાબલો રમાશે. જેના પર હવે ક્રિકેટ વિશ્‍વની નજર છે. કારણ કે તેમાં જીતનારી ટીમ આઇસીસી ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ જીતનારી પ્રથમ ટીમ બનશે.

આઇસીસી ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ જીતનારી ટીમને ૧ મીલીયન અમેરીકન ડોલર (આશરે ૭,૩૧,૮૦,૯૦૦ રૂપિયા) ની રકમ મળશે. આ ઉપરાંત ટ્રોફી પણ આપવામાં આવશે.

 

 

(11:54 am IST)