Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ભારતીય એથ્લીટ ખેલાડી સ્વપ્ના બર્મનના પગની 6-6 આંગળીઓ: એડિડાસ કંપનીએ બનાવી આપ્યા અનુકૂળ શૂઝ

નવી દિલ્હી: એશિયાઇ રમતોમાં હેપ્ટેથલૉન સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ જીતનારી ભારતીય ખેલાડી સ્વપ્ના બર્મનનાં પગમાં 6-6 આંગળી છે. આ કારણે સ્વપ્નાને પગને અનુકૂળ જૂતા આપવામાં આવ્યા છે. રમતને લગતા કપડા બનાવતી કંપની એડિડાસે સ્વપ્નાને આ શૂઝ આપ્યા છે. બંને પગમાં 6-6 આંગળી હોવાના કારણે સ્વપ્નાને નિયમિત શૂઝ પહેરીને દોડવામાં મુશ્કેલી પડતી હતી.સ્વપ્નાએ કહ્યું કે, “મને આ શૂઝ મળવાની ઘણી જ ખુશી છે. મે આ શૂઝ પહેરીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને મને ખબર છે કે હવે હું મારી પીડાની ચિંતા કર્યા વગર પ્રેક્ટિસમાં ધ્યાન કેન્દ્રીત કરી શકીશ.” તેણે કહ્યું કે, “હું તનતોડ મહેનત ચાલુ રાખીશ અને દેશ માટે પદક જીતવાનાં લક્ષ્ય પર કામ કરીશ.” એડિડાસ આ વિશેષ શૂઝ તૈયાર કરવા માટે સ્વપ્નાને જર્મનીનાં હેરજોગેનાહુરાચમાં આવેલી લેબોરેટરીમાં લઇને ગયું હતુ. એડિડાસનાં ભારતમાં બ્રાંડ માર્કેટિંગ શરદ સિંગલાએ કહ્યું કે, “અમારા માટે આ વિશેષ પડકાર હતો અને એડિડાસને સ્વપ્ના માટે ખાસ શૂઝ તૈયાર કરવા માટે ગર્વ છે.” આ પહેલા તેમણે હેપ્ટેથલૉનની સાતેય સ્પર્ધામાં મદદ કરી હતી. સ્વપ્ના ઉપરાંત એડિડાસે હાલમાં જ હિમા દાસ અને નિકહત ઝરીન સાથે પણ કરાર કર્યો છે.

 

(6:55 pm IST)