Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અફઘાનિસ્તાને ચોથી વન- ડેમાં આયરલેન્ડને પાંચ વિકેટથી પછાડ્યું

નવી દિલ્હી: ગુલબાદિન નૈબના શાનદાર પ્રદર્શનને કારણે અફઘાનિસ્તાને ચોથી વન- ડેમાં આયરલેન્ડને પાંચ વિકેટથી હરાવીને પાંચ મેચોની શ્રુંખલામાં ૨-૧થી બઢત બનાવી દીધી હતી. અફઘાનિસ્તાને આયરલેન્ડને ૨૨૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૨૨૪ રનનો પીછો કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ ૧૧૪ રનમાં સમેટાઈ ગઈ હતી. અફઘાનિસ્તાન બોલર રાશીદ ખાને ૫૨ રન ફટકાર્યા તથા બે વિકેટ ઝડપી હતી. રાશીદ ખાનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દહેરાદુનના રાયપુર સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીયક્રિકેટ સ્ટેડિયમમા અફઘાનિસ્તાન અને આયરલેન્ડની વચ્ચે પાંચ વનડે મેચોની શ્રુખલામાં શુક્રવાર ચોથી વનડે રમાઈ હતી જેમાં આયરલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ માટે અફઘાનિસ્તાનને આમંત્રણ આપ્યું. અફઘાનિસ્તાનની શરૂઆત તો નબળી રહી હતી. મોહમદ નબીએ ૬૪ રન ફટકાર્યા હતા. તો રાશીદ ખાને ૫૨ રનનુ યોગદાન આપ્યું હતું. તેમની બંનેની વચ્ચે ૮૬ રનની ભાગીદારી થઈ હતી. ગુલબદિને પણ ૨૦ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આયરલેન્ડ વતી પાલ સ્ટર્લિંગે સર્વાધિક ૮૯ રન બનાવ્યાં હતા.અફઘાનિસ્તાને બધી વિકેટના ભોગે ૨૨૩ રન બનાવ્યાં હતા. પરંતુ ટીમના ફક્ત ત્રણ બેટ્સમેન જ બેવડા અંકમાં પહોંચી શક્યા હતા. જ્યોર્જ ડાકરેલે ૩૭ જ્યારે કેવિન ઓ બ્રાયને ૧૦ રન બનાવ્યાં.અફઘાનિસ્તાને તેના જવાબમાં સલામી બેટ્સમેન મોહમદ શહજાદ (૪૩) અને પાંચમા નંબરે બેટિંગ કરવા ઊતરેલા ગુલબદિન (૪૬) ની રમતને કારણે ૪૧.૫ ઓવરમાં પાંચ વિકેટ પર ૧૬૫ રન બનાવીને જીતને સરળ બનાવી દીધી હતી.

(6:54 pm IST)