Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ભારત સામે જીત પછી આવું બોલ્યો કાંગારું કપ્તાન ફિન્ચ...

નવી દિલ્હી: ત્રીજા ઓડીઆઈમાં ભારતને 32 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાના સુકાની એરોન ફિંચે ખેલાડીઓની કામગીરીની પ્રશંસા કરી છે. આ જીત પછી ઓસ્ટ્રેલિયન ટીમ હજી શ્રેણીમાં છે. જો કે, હાર છતાં, પાંચ મૅચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.  પ્રથમ બેટિંગમાં ઉસ્માન ખવાજા (104) ની મદદથી,પાંચ વિકેટે 313 રન ઓસ્ટ્રેલિયાએ બનાવી દીધા હતા. ભારતીય ટીમે 48.2 ઓવરમાં 281 રન કર્યા. ફિંચે કહ્યું હતું કે મેચ પછી ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ સારું હતું.

(6:53 pm IST)