Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

૧૮૩ના ટાર્ગેટ સામે વિન્ડીઝની આખી ટીમનું માત્ર ૪૫ રનમાં ફીંડલુ

ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝ ઈંગ્લેન્ડે ૨-૦થી જીતી લીધી

બીજા ટી-૨૦માં ઈંગ્લેન્ડે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. કેપ્ટન જો રૂટે ૪૦ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૫૫ રન અને બીલીંગ્સે માત્ર ૪૭ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૮૭ રન ઝૂંડી નાખ્યા હતા. એલનને ૨, કોટ્રેલ - બ્રેથવેટ અને મેક્કોયને ૧-૧ વિકેટો મળી હતી. ૧૮૩ રનના ટાર્ગેટ સામે વિન્ડીઝની આખી ટીમ ૧૧.૫ ઓવરમાં માત્ર ૪૫ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વિન્ડીઝના ૮ બેટ્સમેનો ડબલ ફીગરમાં પણ પહોંચી શકયા નહતા. જોર્ડન ૪, વિલી ૨, રસીદ ૨ અને પ્લનકેટે ૨ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે ત્રણ મેચોની સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી.

(3:19 pm IST)