Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઓલ ઇન્ડચેમ્પિયશિપમાંથી સાઇના નેહવાલ બહાર : માત્ર ૩૭ મિનિટમાં મેચ હારી

ભારતની સ્ટાર-શટલર સાઇના નેહવાલનું ખરાબ ફોર્મ તાઇવાનની તાઇ ઝુ યિંગ સામે યથાવત્ રહેતાં તે ઓલ ઇગ્લેન્ડ ચેમ્પિનિયશિપમાંથી બહાર થઈ ગઈ હતી. કવોર્ટર ફાઇનલમાં સાઇના તાઇવાનની ખેલાડી સામે ૩૭ મિનિટના સેટમાં ૧૫-૨૧, ૧૯-૨૧થી હારી ગઈ હતી. સાઇનાનો તેની સામે આ સતત ૧૩મો પરાજય હતો. પહેલા સેટમાં ૩-૧૧થી પાછળ રહ્યા બાદ સાઇનાએ કમબેક કરતાં ૧૨-૧૪થી અંતર ઘટાડ્યું હતું જે અપૂરતું હતું. બીજા સેટમાં ૧૯-૧૯થી લેવલ રહેવા છતાં તેણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

(11:59 am IST)