Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રોજર ફેડરર ઇન્ડિયન વેલ્સનું ટાઇટલ બચાવવા રમશે

નવી દિલ્હી: વર્લ્ડ નંબર-૧ ટેનિસ ખેલાડી સ્વિત્ઝરલેન્ડના રોઝર ફેડરર કેલીફોર્નિયાની ઈન્ડિયન વેલ્સમાં યોજાનાર બીએનબી પારીબાસ ઓપનમાં પોતાનુ ટાઈટલ બચાવવા માટે ઉતરશે. 
સ્પેનના રાફેલ નડાલ, સ્વિત્ઝરલેન્ડના સ્તાનીસ્લાસ વાવરીકા અને ફ્રાંસના જા વીફર્ડ જેવા ટોચના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના નથી. ત્યારે પાંચ વખત આ ટૂર્નામેન્ટ જીતી ચુકેલ ૩૬ વર્ષીય ફેડરર ટાઈટલ બચાવવાની સાથે વર્લ્ડ રેકિંગમાં પોતાના હજાર રેંક પોઈન્ટ બચાવવા માટે પણ પ્રયત્ન કરશે. ગત વર્ષે આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ફેડરરે વાવરીંકાને ૬-૪, ૫-૬થી હરાવી ટાઈટલ જીત્યુ હતું. ત્યારે આ વખતે પણ ફેડરર પર ટાઈટલ જીતવાનુ દબાણ રહેશે. ફેડરર જો વર્ષના આ પ્રથમ માસ્ટર ઓપનમાં હજાર પોઈન્ટ ગુમાવશે તો તે એટીપી રેકીંગમાં બીજા ક્રમે ધકેલાઈ જશે અને ઈજાના કારણે કોર્ટની બહાર રહેલ રાફેલ નડાલ પ્રથમ ક્રમાંકે આવી જશે. 
આ ટૂર્નામેન્ટમાં ફેડરર માટે સૌથી મોટો પડકાર સરબીયાનો નોવાક જોકોવીચ ઉભો કરી શકે છે. તે કોણીની સર્જરી બાદ ટેનિસ કોર્ટ પર વાપસી કરી રહ્યો છે. જોકોવીચ પણ પાંચ વખત આ ટાઈટલ જીતી ચુક્યો છે. તેમજ તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં તેણે દક્ષિણ કોરીયાના હેયોન ચુંગ સામે હારનો સામનો કરવો પડયો છે. મહલા વર્ગમાં તમામની નજર સેરેના વિલિયમ્સ પર રહેશે, જે ૧૪ મહિના બાદ કોર્ટમાં વાપસી કરી રહી છે.

(5:41 pm IST)