Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ISSF વિશ્વ કપમાં અંજુમે ભારતને અપાવ્યું પહેલું પદક

નવી દિલ્હી: ભારતીય નિશાનેબાજ અંજુમ મુડગીલે મેક્સિકોના ગુઆડાલજારમાં ચાલી રહેલ આઇએસએસએફ વિશ્વ કપની મહિલા 5 મીટર રાઇફલ ઠરી પાજીશન્સ સ્પર્ધામાં રજત પદક પોતાના નામે કરીને ભારતને પહેલું પદક અપાવ્યું છે.

આ અંજુમનું પહેલું પદક છે. હવાના પુરજોશ હોવા છતાં પણ અંજુમે હાર ન માનતા પોતાનું મનોબળ પાક્કું રાખ્યું હતું. 45 શોટના ફાઇનલમાં અંજુમે 452.2નો સ્કોર બનાવ્યો હતો. જે ચીનની રૂઈજાઓ પેઇ 455.4 કરતા ઓછો હતો.

ભારતનો આ ટુર્નામેન્ટમાં આઠમું પદક છે ત્રણ ગોલ્ડ અને ચાર બ્રોંઝ મેડલ સાથે આ એક સિલ્વર મેડલ છે.

(5:37 pm IST)