Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ભારતીય મહિલા હોકી ટીમે દ.આફ્રિકાથી જીતી પાંચ મેચોની સિરીઝ

નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમે પોતાની પાછલી હારનો બદલો લેતા દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝની ચોથી મેચ 3-1થી જીતી લઈને પાંચ મેચોની સિરીઝ પણ 3-1થી જીતી લીધી છે.

પાંચ મેચોની સિરઈહમા ભારતીય મહિલાઓએ ચોથા મુકાબલામાં જિનચુન નેશનલ એથ્લેટીક્સ સેન્ટરમાં આજે ખુબ જ સરસ પ્રદર્શન કરીને ગઈ હારનો બદલો લઈને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. વિશ્વમાં 10માં નમ્બરની ટીમ ભારતે હવે સિરીઝ 3-1થી જીતી લીધી છે. અંતિમ મેચ રવિવારે યોજવાનો છે. મેચના પહેલા ક્વાર્ટરમાં ગુરજીત કોરે બીજા અને દીપિકાએ 14મી મિનિટે ગોલ કર્યો હતો. ત્યાં પછી પૂનમ રાણીએ 47મી મિનિટે ગોલ ફટકારીને ટીમને જીત અપાવી હતી.

(5:45 pm IST)