Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

એશિયન તિરંદાજીમાં ભારતને ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ

બેંગકોક : એશિયન તિરંદાજીમાં ભારતે ત્રણ ગોલ્ડ અને બે બ્રોન્ઝ સાથે પોતાના પડકારનો અંત લાવી દીધો હતો. ૨ તીરંદાજો માટેની આ સ્પર્ધામાં પ્રોમીલા દેમેરી બીજો વ્યકિતગત સુવર્ણચંદ્રક જીતી હતી. બીજી તરફ, ત્રીજો ગોલ્ડ મેડલ ભારતના આકાશ, ગોરા હો અને ગૌરવ લામ્બેની ત્રિપુટીએ મોંગોલીયાના હરીફોને હરાવીને જીતી લીધો હતો.

(11:21 am IST)
  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST