Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

૧૫ વર્ષનો અનિશનું શૂટીંગમાં શાનદાર પ્રદર્શન : વર્લ્ડકપના બીજા રાઉન્ડમાં

નવી દિલ્હી : મેકિસકોમાં રમાઈ રહેલ શૂટીંગ વર્લ્ડકપની ભારતના ૧૫ વર્ષીય નિશાનેબાજ અનિશ ભાનવાલાએ શાનદાર પ્રદર્શન કરીને ૨૫ મીટર રેપીડ ફાયર પિસ્તોલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. ૧૫ વર્ષનો અનિશ પહેલીવાર વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યો છે. અનિશ ફાઈનલમાં પહોંચે તેવી પ્રબળ સંભાવના વ્યકત થઈ રહી છે.

(11:20 am IST)
  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST