Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મારી પત્નિ જે ફોનની વાત કરે છે એ મારો નથી, હું મારી પત્નિ અને બાળકીની માફી માગવા તૈયાર

મારી સામે એક કાવતરૂં, હું પરિવાર સાથે રહેવા માંગુ છું : શમીઃ બીસીસીઆઈએ શમીનો કરાર અટકાવી દીધો : કહ્યુ આરોપો ખોટા હશે તો ફરી મળી જશે

મુંબઈ : ઘરેલુ હિંસાના મામલે ફસાયેલા ટીમ ઈન્ડિયાના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને વધુ એક ફટકો પણ પડ્યો હતો. બીસીસીઆઈએ જાહેર કરેલ વાર્ષિક કરારમાંથી તેનું નામ નીકળી ગયુ હતું. આ મામલે બીસીસીઆઈના એક અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે શમીને પત્નિએ જે આરોપ લગાવ્યા છે તે તેમની અંગત જિંદગીના છે. આથી બીસીસીઆઈ કોઈ કોમેન્ટ કરી શકે નહીં. જો કે આ મામલો નૈતિકતાના ધોરણનો હોવાથી બીસીસીઆઈએ શમીનો કરાર રદ્દ નથી કર્યો પણ અટકાવી દીધો છે. બીસીસીઆઈ એક સપ્તાહમાં તપાસ કરીને શમીના કરાર પર નિર્ણય લેશે. સુપ્રિમ કોર્ટ રચિત સંચાલન સમિતિએ હાલ શમીનો કરાર અટકાવી રાખ્યો છે જે તેની સામેના આરોપો ખોટા જણાશે તો તેને ફરી કરાર મળી જશે.

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નિ હસીન જહાંએ લગાવેલા આરોપો બાદ શમી તેના ગામ સહસપુર અલી નગર પહોંચ્યો હતો અને આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યુ હતું કે મારા મેરેજને ચાર વર્ષ થઈ ગયા છે. આ સમયગાળામાં તેણે કંઈ કહ્યુ કેમ નહીં? આ મારી સામે એક કાવતરૃ છે પણ હું મારા પરીવાર, મારી પત્નિ અને મારી બાળકી સાથે રહેવા માગું છું. અમે આ વર્ષે હોળી પણ સાથે મનાવી હતી, હવે તેણે આવા આરોપો કેમ લગાવ્યા છે એની મને ખબર નથી.

મોહમ્મદ શમીએ પત્નિએ જેની વાત કરી હતી એ મોબાઈલ ફોનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતું કે જે ફોનની વાત કરવામાં આવે છે એ મારો નથી. લોકો બીજાની સફળતાથી જલતા હોય છે. આમાં કોઈ બહારની વ્યકિતનો હાથ છે. આ એક કઠીન સમય છે અને એમાં હું મારા પરીવાર સાથે રહેવા માગુ છું. હું મારી પત્નિ સાથે બેસીને વાત કરવા માગુ છું અને સમસ્યાનો ઉકેલ લાવવા માગુ છું. જો મને જરૃર લાગશે તો હું મારી પત્નિ અને બાળકીની માફી પણ માગીશ. એમાં મને કોઈ વાંધો નથી.

કપિલ દેવ શમીના પડખે

મોહમ્મદ શમીની પત્નિએ તેના પર મેચ ફિકસીંગના આરોપ લગાવતા ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ મોહમ્મદ શમીની પડખે આવ્યા છે. તેમણે કહ્યુ હતું કે શમીની પત્નિ કોઈ પણ પુરાવા આપ્યા વિના આવી રીતે આરોપ ન લગાવી શકે. પતિ અને પત્નિ વચ્ચે ઝઘડા થતા હોય છે પણ ઝઘડો થાય ત્યારે આ રીતે આરોપ મૂકવા ન જોઈએ. તેમના વચ્ચે સંબંધ સારા હતા ત્યારે આવા આરોપ તેણે શા માટે નહોતા મૂકયા?

(11:15 am IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST