News of Friday, 9th March 2018

કેપ્ટન વિરાટ કોહલીના ઘરની બાલ્કનીમાંથી આવું દેખાય છે મુંબઈ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર તેના મુંબઈના ઘરની બાલ્કનીમાં લીધેલો એક સેલ્ફી શેર કર્યો હતો અને લખ્યુ હતું કે આપ બીજે કયાં જવાનું ચાહશો જો તમારા ઘરમાંથી જ આવો સુંદર નજારો જોવા મળતો હોય. વિરાટ કોહલીએ વરલીમાં ઓમકાર રીયલ્ટર્સના ઓમકાર ૧૯૭૩ બિલ્ડીંગમાં ૨૦૧૬માં ૩૪ કરોડ રૃપિયાના ખર્ચે ૭૧૭૧ સ્કવેર ફૂટનો ફલેટ ખરીદ્યો છે અને તે અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ અહીં રહેવા આવી ગયો છે.

(11:14 am IST)
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST