Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ચેમ્પિયન લીગના 16માં પહોંચી રિયલ મેડ્રિડ

 નવી દિલ્હી:ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને કાસેમીરોના ગોલને સહારે રિયલ મેડ્રિડે -૧થી પેરિસની સેંટ.જર્માઈન કલબને હરાવીને યુરોપીયન ફૂટબોલની સર્વોચ્ચ ટુર્નામેન્ટ - ચેમ્પિયન્સ લીગના રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશ મેળવ્યો છે. અગાઉ મેડ્રિડમા રમાયેલી ફર્સ્ટ લેગની મેચમાં રોનાલ્ડોના બે ગોલને સહારે રિયલ મેડ્રિડ૩-૧થી જીત્યું હતુ. આમ બંને મેચના કુલ સ્કોરને ભેગો કરતાં રિયલ -૨થી વિજેતા બન્યું હતુ. પીએસજી તરફથી એકમાત્ર ગોલ કાવનીએ ફટકાર્યો હતો. નેમાર જેવા સ્ટારની ગેરહાજરીમાં પેએસજીની ટીમનો દેખાવ સાધારણ સ્તરનો રહ્યો હતો. ઈંગ્લિશ કલબ લીવરપૂલે એફસી પોર્તો સામેની મેચ -૦થી ડ્રો કરી હતી. સાથે લીવરપૂલ અંતિમ ૧૬માં પ્રવેશ્યું હતુ. તેઓએ ફર્સ્ટ લેગની મેચમાં -૦થી પોર્તોને હરાવ્યું હતુ.

(5:39 pm IST)