Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કોમનવેલ્થ રમતોનું નેતુત્વ સંભાળશે મેરીકોમ

નવી દિલ્હી: પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમ ઓસ્ટ્રેલિયાની ગોલ્ડ કોસ્ટમાં ચાર એપ્રિલથી શરૂ થનાર કોમનવેલ્થ રમતોનું ભારતીય ટીમનું નેતુત્વ સંભાળવાની છે. ભારતીય બોક્સિંગ મહાસંઘે એમસી મેરીકોમ અને મનોજ કુમારને નેતુત્વમાં ભારતીય દળની જાહેરાત કરી છે.

મહિલા વર્ગમાં મેરીકોમ 48 કિલોમા  અને પુરુષ વર્ગમાં મનોજ 69 કિલોમાં પોતાની ચુનોતી રજૂ કરશે ટુર્નામેન્ટ માટે નમન તંવર અને ગૌરવ સોલંકીએ પણ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તંવર અને સોલંકીએ ઇન્દિરા ગાંધી ઇન્દોર સ્ટેડિયમમાં આયોજિત પસંદગી ટ્રાયલમાં કોમનવેલ્થ રમતો માટે ક્વાલિફાયર કર્યું છે.

મહિલા વર્ગના 51 કિલો વર્ગમાં ઇન્ડિયા ઓપનમાં ગોલ્ડ મેડલ વિજેતા પીકી રાણીએ પણ ટીમમાં ભાગ લીધો છે. સિવાય લેશ્રમ દેવી અને લવલીન બોગોહેણાંએ પણ જગ્યા મેળવી લીધી છે.

(5:37 pm IST)