Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઓસ્‍ટ્રેલીયા ૧૭૭માં ઓલઆઉટઃ જાડેજાને ૫ વિકેટ

ઓસ્‍ટ્રેલીયાએ પ્રથમ ટેસ્‍ટમાં ટોસ જીતી બેટીંગ લીધીઃ ટીમ ઈન્‍ડિયાના ફાસ્‍ટ બોલરોએ શરૂઆતમાં જ ઓપનરો પેવેલીયન ભેગા કર્યાઃ સ્‍પીનરોએ મીડલ ઓર્ડરનો ધબડકો કર્યો : શામી- સીરાજ-૧-૧ અશ્વિનને ૩ વિકેટઃ લેબુસેચેન્‍જ (૪૯), સ્‍મીથ (૩૭) અને કેરી (૨૬)એ થોડી ઝીંક ઝીલી : ટીમ ઈન્‍ડિયામાં સૂર્યા અને ભરતને ટેસ્‍ટ કેપ : ટીમમાં ત્રણ સ્‍પિનરોનો સમાવેશ સફળ

 

નાગપુરઃ ભારત અને ઓસ્‍ટ્રેલીયા વચ્‍ચે આજથી ચાર મેચોની ટેસ્‍ટ સિરીઝનો પ્રારંભ થયો છે. ઓસ્‍ટ્રેલીયાએ ટોસ જીતી દાવ લીધો છે. બન્‍ને ઓપનરો  શરૂઆતમાં જ પેવેલીયન ભેગા થયા હતા. આ લખાય છે  ઓસ્‍ટ્રેલીયા૧૭૭  રનમાં ઓલઆઉટ થઇ ગયુંૅ  છે.

મેચમાં હાલ જબરદસ્‍ત ફોર્મમાં ચાલી રહેલ અને ટી-૨૦માં વર્લ્‍ડ નં.૧નું સ્‍થાન મેળવનાર સૂર્યકુમાર અને વિકેટકીપર કે એસ ભરતે ટેસ્‍ટ ડેબ્‍યુ કર્યું છે.

આ સિવાય ભારતે ત્રણ સ્‍પિનરો અને બે ફાસ્‍ટ બોલરો મેદાનમાં ઉતાર્યા છે. ટીમ  ઈન્‍ડિયા આ મુજબ છે. રોહીત, રાહુલ, પૂજારા, કોહલી, સૂર્યા, ભરત, જાડેજા, અશ્વિન, અક્ષર, શમી, શિરાજ.

પ્રથમ ટેસ્‍ટની શરૂઆતમાં જ ભારતીય બોલરો ત્રાટકયા હતા. મોહમ્‍મદ સામીએ વોર્નરને ૧ રને બોલ્‍ડ કર્યો હતો, જયારે બીજા ઓપનર ખ્‍વાજાને સીરાજે પેવેલીયન પરત મોકલ્‍યો હતો.

જયારે વન ડાઉન આવેલ લેબુસેચેન્‍જે ભારતીય બોલરોની ઝીંક જીલી હતી. સ્‍ટીવ સ્‍મીથ સાથે મળીને લેબુસેચેન્‍જે ભાગીદારી ઉભી કરી હતી. જો કે ઈન્‍જરીના કારણે લાંબા સમયે ટીમ ઈન્‍ડિયામાં કમબેક કરતા ઓલરાઉન્‍ડર રવીન્‍દ્ર જાડેજાએ બન્‍નેને અનુક્રમે ૪૯ અને ૩૭ રને પેવેલીયન પાછા મોકલ્‍યા હતા. ડેબ્‍યુટન્‍ટ વીકેટકીપર શ્રીકર ભરતે પોતાના ટેસ્‍ટ કારર્કીદીનું પ્રથમ સ્‍ટમ્‍પીંગ જાડેજાની બોલીગમાં લેબુસેચેન્‍જેનું કર્યુ હતું.

ઓસ્‍ટ્રેલીયાના આધારભુત  મીડલ ઓર્ડર બેટ્‍સમેન રેન શો પણ જાજુ કરે તેવો મોકો પણ જાડેજાએ તેને ન આપતા પ્રથમ બોલે જ એલબીડબલ્‍યુ કરી પરત મોકલ્‍યો હતો. ત્‍યાર બાદ હેન્‍ડસ્‍કોમ્‍બ અને વીકેટકીપર કેરી વચ્‍ચે ભાગીદારી રચાઈ હતી. પણ ભારતીય ટીમના અનુભવી સ્‍પીનર આર.અશ્વીને આ ભાગીદારી તોડી કેરીને ૩૬ રને બોલ્‍ડ કરી પેવેલીયન પરત મોકલ્‍યો હતો. આમ શામી- સિરાજને ૧-૧ અને અશ્વિનને-૩ તથા જાડેજાને ૪ વિકેટ મળી છે.

 

 

(4:27 pm IST)