Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ઈ-વેસ્ટમાંથી બનશે ટોકયો ૨૦૨૦ ઓલિમ્પિકના મેડલો

આવતા વર્ષે જપાનના ટોકયોમાં યોજાનારા ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આયોજન સમિતિએ ૨૦૧૭માં લોકો પાસેથી બિનજરૂરી લેપટોપ અને સ્માર્ટફોન સહિત ઇલેકટ્રોનિક કચરાને એકત્રિત કરવાની યોજના લોન્ચ કરી હતી, જેનો હેતુ મેડલ બનાવવા માટે ધાતુ જમા કરવાનો હતો. જપાનના વ્યવસાય અને ઉદ્યોગમાંથી આ કચરાને રીસાઇકલ કર્યા પછી ધાતુ મેળવવામાં આવી છે. આયોજન સમિતિએ એક પ્રેસ-રિલીઝમાં જણાવ્યું હતું કે મળેલી ધાતુ મેડલ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં છે અને મેડલ બનાવવાનો ટાર્ગેટ માર્ચના અંત સુધીમાં પૂરો થઈ જશે.

ગયા નવેમ્બરમાં નગર નિગમના અધિકારીઓએ ૪૭,૪૮૮ ટન બિનજરૂરી ઇલેકટ્રોનિક ઉપકરણ જમા કર્યા હતાં જેમાં લોકોએ પ૦ લાખ વાપરેલા મોબાઇલ ફોન આપ્યા હતા.(૩૭.૭)

(2:38 pm IST)