Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભારત સામે ત્રીજી ટેસ્ટમાં સિડનીનું મેદાન પિંક બન્યું

૨૦૦૯થી વર્ષની પહેલી ટેસ્ટ પિંક ટેસ્ટ તરીકે રમાય છે : પિન્ક ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ગ્લવ્ઝ, બેટ ગ્રીપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ, દર્શકોના ગેટઅપ સુધી બધું જ પિન્ક

સિડની, તા. : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના  ત્રીજા દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સંપૂર્ણપણે ગુલાબી રંગમાં રંગાયુ હતું. નવા વર્ષ પર સિડનીમાં દર વર્ષે પિંક ટેસ્ટ રમવામાં આવે છે. ૨૦૦૯થી સિડનીમાં રમવામાં આવનાર ટેસ્ટ પિક્ન મેચ કહેવાય છે. મેચનું નામ પિક્ન ટેસ્ટ છે, પરંતુ તે રેડ બોલથી રમવામાં આવે છે. પિક્ન બોલનો ઉપયોગ માત્ર ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે. જોકે, પિક્ન ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ગ્લવ્ઝ, બેટ ગ્રીપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોના ગેટઅપ સુધી બધું પિક્ન હોય છે.

ખરેખર, પિક્ન ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ 'જેન મેક્ગ્રા ડેલ્લ તરીકે ઓળખાય છે. જેનનું બ્રેસ્ટ કેન્સરથી ૨૦૦૮માં અવસાન થયું હતું. પછી બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા પિક્ન ટેસ્ટ કરાવવામાં આવે છે. મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે.

મેચમાંથી જે પણ લાભ મળે છે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે. ફાઉન્ડેશનની સ્થાપના ગ્લેન અને તેની પત્ની જેન દ્વારા ૨૦૦૫માં કરવામાં આવી હતી, પરંતુ જેનનું વર્ષ પછી અવસાન થયું. જાગૃતિ અભિયાનને ટેકો આપવા માટે ચાહકો ગુલાબી રંગના કપડાં પહેરે છે. મેક્ગ્રા ફાઉન્ડેશન એક ચેરિટી છે જે બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓને મદદ કરે છે.

૨૦૧૯ની પિક્ન ટેસ્ટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જે ડ્રોમાં પરિણમી હતી. મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પિક્ન ગ્લોવ્ઝ અને બેટ પર પિક્ન ગ્રિપ ચડાવીને મેદાનમાં ઊતર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ પિક્ન ટેસ્ટમાં સાત વિકેટે ૬૨૨ રન સાથે ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેદાન પર કુલ ૧૨મી પિક્ન ટેસ્ટ હશે.

તાજેતરમાં કોરોના અને તેના કડક નિયમના કારણે સિડનીની મેચને મેલબોર્નમાં શિફ્ટ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જોકે ટેસ્ટ મેચ સિડનીમાં યોજાઇ છે. અંગે મેકગ્રાએ કહ્યું, અમને ખુશી છે કે પિક્ન ટેસ્ટ એસસીજીમાં રમાશે. સિડની પિક્ન ટેસ્ટનું ઘર છે. ચાહકો ટેસ્ટ મેચનો ઉત્સાહપૂર્વક ઇંતેજાર કરતા હોય છે.

(7:36 pm IST)