Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રોહિત અને ધવન સાથે બેટીંગ ઘણી એન્જોય કરૂ છું : રાહુલ

ઈન્દોર : ઓપનીંગ બેટ્સમેને કહ્યું કે તે પોતાના સાથી ઓપનીંગ પ્લેયર રોહિત શર્મા અને શિખર ધવન સાથેની બેટીંગ ઘણી એન્જોય કરતો હોય છે. ટીમના બધા પ્લેયર જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યા હતા. રોહિત સાથે હોય ત્યારે રમવાનું ઘણું સરળ લાગે છે, જયારે શિખર સાથે થોડુ વધારે ઈઝી છે કેમ કે મારા ટેસ્ટ કરીઅરની શરૂઆત મેં ધવન સાથે કરી હતી અને અમે બંને એકબીજાને સારી રીતે સમજીએ છીએ. તે બંને સાથે જયારે હું બેટીંગ કરૂ છું ત્યારે ઘણુ એન્જોય કરૂ છું.

પોતાની બેટીંગ વિશે વાત કરતાં રાહુલે કહ્યું કે રન બનાવવામાં અમે વધારે સારા હતા. મને ધ્યાનમાં છે કે મારે કઈ રીતે વધારે રન બનાવવા જોઈએ અને લાંબી ઈનીંગ રમવી જોઈએ. જે પ્રમાણે મેં ગેમ રમી છે એ પ્રમાણે આગળ પણ રમતા હોવાની ઈચ્છા રાખુ છું.

(1:20 pm IST)