Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સાઇના નેહવાલ અને સિંધુ મલેશિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી : સાઇ પ્રણીત અને શ્રીકાંતનો પરાજય

સિંધુએ રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર ૩૫ મિનિટમાં ૨૧-૧૫, ૨૧-૧૩થી હરાવી

કુઆલાલંપુરઃ ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડીઓ પીવી સિંધુ અને સાઇના નેહવાલેઙ્ગ જીતની સાથે મલેશિયા માસ્ટર્સના મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે પરંતુ વિશ્વ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા બી સાઈ પ્રણીત અને કિદાંબી શ્રીકાંતે પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે.

વિશ્વ ચેમ્પિયન અને છઠ્ઠો ક્રમાંક ધરાવતી સિંધુએ પ્રથમ રાઉન્ડમાં રૂસની યેવગેનિયા કોસેત્સકાયાને માત્ર ૩૫ મિનિટમાં ૨૧-૧૫, ૨૧-૧૩દ્મક હરાવી હતી. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ બેલ્જિયમની લિયાનેટેનને માત્ર ૩૬ મિનિટમાં ૨૧-૧૫ ૨૧-૧૭ થી પરાજય આપ્યો હતો. આ બંન્ને ખેલાડી પ્રથમવાર આમને-સામને હતી. સિંધુ અને સાઇના છેલ્લા થોડા સમયથી ખરાબ ફોર્મમાં હતી અને ઘણી ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

આ પહેલા પ્રણીતે આ સુપર ૫૦૦ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં ડેનમાર્કના રાસમુસ ગેમકે વિરુદ્ઘ ૧૧-૨૧ ૧૫-૨૧થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. શ્રીકાંતને ચીની તાઇપેના ચાઉ ટિએન ચેન વિરૂદ્ઘ માત્ર ૩૦ મિનિટમાં ૧૭-૨૧ ૫-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.

(1:18 pm IST)