Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વોલિફાયર્સમાં પ્રથમ મેચ જીતી અંકિતા રૈના

નવી દિલ્હી: ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયર અંકિત રૈનાએ ઓસ્ટ્રેલિયન ઓપનના મેઈન રાઉન્ડ તરફ આગેકૂચ કરતાં ક્વોલિફાયર્સમાં પ્રથમ મેચ જીતી લીધી હતી. હાલના વર્લ્ડ રેન્કિંગમાં ૧૯૭મો ક્રમાંક ધરાવતી અંકિતાએ પ્રથમ મેચમાં ફ્રાન્સની માયર્ટીલ ગોર્જેસને સીધા સેટોમાં ૬-૨, ૬-૨થી હરાવી હતી. હવે તેનો મુકાબલો સ્પેનની પાઉલા બાડોસા જીબેર્ટ સામે થશે. પાઉલાને ૨૯મો સીડ આપવામાં આવ્યો છે. અંકિતાની મેચ તારીખ ૧૦મી જાન્યુઆરીના રોજ રમાશે. જ્યારે મેન્સ સિંગલ્સમાં ભારતના રામકુમાર રામનાથને સ્પેનના સર્જીયો ગ્યુઈટેરેઝ ફેરોલને ૬-૬-૨થી હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ. રામકુમારને૨૧મો ક્રમાંક આપવામાં આવ્યો છે. ભારતનો ગુનાસ્વરન તેની પ્રથમ મેચમાં ક્રોએશિયાના વિક્ટર ગાલોવિચનો સામનો કરશે. પ્રથમ રાઉન્ડની મેચ જીત્યા બાદ અંકિતાએ કહ્યું કે, હું મારી સર્વિસ પર છેલ્લા મહિનાથી કામ કરી રહી હતી. તેનો ફાયદો મને મળ્યો છે. મારા ફર્સ્ટ સર્વ પોઈન્ટ્સ વધ્યા છે અને તેમાં મને વધુ પોઈન્ટ્સ મળ્યા છે. જોકે સેકન્ડ સર્વ પર મેળવેલા પોઈન્ટ્સ વધુ સંતોષજનક હતા. અંકિતાએ શાનદાર જીત મેળવી હતી. જ્યારે ભારતની કરમન થાંડી જેનીફર બ્રેડી સામે ૦-૬, ૫-૭થી હારીને પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકાઈ હતી.

 

(5:13 pm IST)